Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The main accused in the murder of an old man who protested molestation in Ahmedabad's Kagdapith was caught

VIDEO: અમદાવાદના કાગડાપીઠમાં છેડતીનો વિરોધ કરનાર વૃદ્ધની હત્યા મુખ્ય આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં છેડતીનો વિરોધ કરવા જતા એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગત ૪ જુલાઈએ બહેરામપુરા અમૃતનગર પાસે મીનાબેન પરમાર પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા, ત્યારે આરોપી જતીન પરમારે અશ્લીલ ગીતો વગાડી અને ઈશારા કરીને તેમની છેડતી કરી હતી. આ અંગે મીનાબેનના ભાઈએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીએ પહેલા છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ સિમેન્ટનો બ્લોક ફેંક્યો હતો, જે મીનાબેનના પિતાના માથામાં વાગતા તેમનું સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યું હતું. કાગડાપીઠ પોલીસે ગંભીરતા દાખવી મુખ્ય આરોપી જતીન પરમારને ઝડપી લીધો છે. આરોપી અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસ આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

App Store