VIDEO:અમદાવાદના વાસણા વિસ્તારમાં ભુવામાં ટ્રક ફસાયો
સોર્સ : gstv
અમદાવાદમાં વાસણા APMC પાસે પડેલા ભુવામાં AMC સોલીડ વેસ્ટનો ટ્રક ફસાઈ પડ્યો. સામાન્ય વરસાદમાં જ નવો રોડ બેસી જતાં ભારે હાલાકી સર્જાઈ છે. રોડ પર પાણી ભરાઈ જતાં એક ભારે ટ્રેલર રસ્તામાં ફસાઈ ગયું હતું. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જવાની ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ખોલી આપી છે. ખોડિયાર માતાના મંદિર પાસે ન્યુ રાણીપ વિસ્તારમાં માત્ર 4 મહિના પહેલા બનાવેલો રોડ બેસી ગયો છે.

