મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ખોખરામાં પ્રેમ પ્રકરણમાં લોહિયાળ ખેલ યુવક પર જીવલેણ હુમલો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર

તસવીર: gstv

અમદાવાદના ખોખરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. ગણેશ દંતાણી નામનો યુવક અગાઉ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી ગયો હતો, જેમાં પાછળથી પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જોકે, ગણેશ પોતાની માતા સાથે અમરાઈવાડી જઈ રહ્યો હતો ત્યારે પૂર્વ પ્રેમિકાના કૌટુંબિક ભાઈએ તેને જોઈ જઈને ઝઘડો કર્યો હતો. આ વિવાદ ઉગ્ર બનતા ખોખરા સર્કલ મંદિર પાસે કમલેશ દંતાણી અને જતીન પટણી નામના બે શખ્સોએ ગણેશની છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકની ફરિયાદના આધારે ખોખરા પોલીસે બંને હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો