મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના 2019ના એલજી હોસ્પિટલ હત્યા કેસઃ સેશન્સ કોર્ટે 6 આરોપીઓ ફટકારી આજીવન કેદની સજા

અમદાવાદના વર્ષ 2019ના ચર્ચિત મણિનગર એલ.જી. હોસ્પિટલ હત્યા કે

તસવીર: gstv

અમદાવાદના વર્ષ 2019ના ચર્ચિત મણિનગર એલ.જી. હોસ્પિટલ હત્યા કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 48 સાક્ષીઓ અને 48 દસ્તાવેજી પુરાવાઓના આધારે 6 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. કેસ મુજબ, રામોલ વિસ્તારમાં થયેલા ઝઘડામાં રમીઝ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આ જ ઝઘડામાં ઘાયલ થયેલા અમીર શેખને પણ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. દરમિયાન રમીઝના પક્ષના સાગરીતોએ હોસ્પિટલમાં ઘૂસી અમીર શેખ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં તેનું પણ મોત નીપજ્યું હતું. આ હુમલામાં હોસ્પિટલનો સ્ટાફ અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો