મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વૈષ્ણોદેવી યાત્રા રુટ પર ભૂસ્ખલનથી ભારે તબાહી, 33 લોકોના મોત, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુ

ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના લીધે અત્યાર સુધીમાં માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે 33 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય નજીક સર્જાઈ હતી. જે લગભગ 12 કિમી લાંબા પગપાળા માર્ગની વચ્ચે આવેલો હિસ્સો છે.

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. કટરા ખાતે માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર બુધવારે થયેલા મોટા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. ત્રિકુટા ટેકરી પર સ્થિત મંદિર તરફ જવાના માર્ગનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે. બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

સતત વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જમ્મુમાં પુલ તૂટી પડ્યા, વીજળીના તાર અને મોબાઇલ ટાવરને ભારે નુકસાન થયું. મંગળવારે સવારે 11.30 થી સાંજે 5.30 વાગ્યાની વચ્ચે જમ્મુમાં 6 કલાકમાં 22 સેમી વરસાદ પડ્યો. જોકે, મધ્યરાત્રિ પછી વરસાદ ઓછો થયો, જેનાથી જિલ્લામાં થોડી રાહત મળી.

આ સમાચાર શેર કરો