VIDEO: અમરેલી લેટરકાંડમાં નાના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી સરકાર ધન્યતા અનુભવે છે- લલિત વસોયા
અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પર લેટર કાંડ બાદ પોલીસ કેસને લઇને રાજકારણ ગરમાયેલ
અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પર લેટર કાંડ બાદ પોલીસ કેસને લઇને રાજકારણ ગરમાયેલું છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ ઘટનાને લઇને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. લલિત વસોયાએ નાના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી સરકાર ધન્યતા અનુભવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
લલિત વસોયાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ
ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અમરેલી પોલીસ વડા દ્વારા પાયલ ગોડી પર કેસ બાદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ પાયલ ગોટીને જાહેરમાં સરઘસ અને માર મારવાની ઘટના ગુજરાત માટે શરમજનક હોવાનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાએ અમરેલી લેટરકાંડમાં જવાબદાર SP,DYSP,PI સહિતના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.






