VIDEO: ભગવાનના મોસાળ સરસપુરમાં પરંપરાગત પંગતમાં લાખો શ્રદ્ધાળુઓએ લીધો ભોજન પ્રસાદ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પગલે ભક્તિનો અનોખો માહોલ જો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પગલે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાનના મોસાળ એવા સરસપુરમાં રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સરસપુરની દરેક પોળ અને સોસાયટીઓમાં ભક્તો માટે રસોડા ધમધમ્યા લાખો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લધો હતો.. ખાસ કરીને લુહાર શેરીમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા છે. વર્ષો જૂની પરંપરા મુજબ અહીં પંગત પાડીને તમામ ભક્તોને અત્યંત આદરપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું..




