VIDEO: પોલીસની ધીમી કામગીરીને પગલે રથયાત્રાની ગતિ મંદ પડી, ભગવાનના રથ કીડીવેગે વધી રહ્યા છે આગળ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલ પોલીસના ઢીલા આયોજન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલ પોલીસના ઢીલા આયોજનને કારણે ગોકળગતિએ ચાલી રહી છે! ભક્તોના ભારે ઘોડાપૂર વચ્ચે કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્તના દાવા છતાં, પોલીસની ધીમી કામગીરીને પગલે રથયાત્રાની ગતિ સાવ મંદ પડી ગઈ છે. રથયાત્રાના રૂટ પર ભગવાનના રથ કીડીવેગે આગળ વધી રહ્યા છે, જેને કારણે રથયાત્રા પોતાના નિયત સમય કરતાં ઘણી મોડી ચાલી રહી છે.




