VIDEO: ભગવાનના મોસાળ એવા સરસપુરમાં ભોજપ પ્રસાદીની તૈયારી
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો

અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભગવાનના મોસાળ એવા સરસપુરમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભાણેજના સ્વાગત માટે આખું સરસપુર હરખઘેલું બન્યું છે. રથયાત્રાના પાવન દિવસે સરસપુરની ૧૫થી વધુ પોળોમાં વિશાળ પાયે ભોજન પ્રસાદી તૈયાર કરવામાં આવશે. રથયાત્રામાં જોડાતા સાધુ-સંતો, અખાડાના યુવાનો અને દેશ-વિદેશથી આવતા લાખો ભક્તો અહીં પ્રેમપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરશે. આ રસોડાની ખાસિયત એ છે કે સરસપુરના સ્થાનિકો પોતાના હૃદયના ભાવ અને યથાશક્તિ પ્રમાણે ફાળો આપીને આ ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરે છે. મોસાળું કરવા માટે દરેક ઘર દીઠ લોકો ઉત્સાહભેર સેવામાં જોડાય છે. સરસપુરની તમામ પોળોમાં ભક્તો માટે અલગ-અલગ મેનુ રાખવામાં આવે છે.




