મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સમીના વાહેદપુરામાં તળાવ ઓવરફ્લો, 80 લોકોનું સ્થળાંતર

સમી તાલુકાના વાહેદપુરા ગામમાં તળાવ ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં મોટી દુર્ઘટનાની

તસવીર: gstv

સમી તાલુકાના વાહેદપુરા ગામમાં તળાવ ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં મોટી દુર્ઘટનાની આશંકા વચ્ચે વહીવટી તંત્રે સમયસર કાર્યવાહી કરી 80 જેટલા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરાવ્યું. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. અસરગ્રસ્તો માટે રહેવા, જમવા તેમજ તબીબી સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ હેરમા સહિત અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમી પોલીસ સ્ટેશનના PI આર.આર. મોડિયા, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ પરિસ્થિતિની સમીક્ષા કરી રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવાના સૂચનો આપ્યા.  

આ સમાચાર શેર કરો