પાટણ: સમીના ખરચરીયા પાસે નદીમાં દંપતી ડૂબ્યું, મહિલા સહિત બચાવવા કૂદેલા પુરૂષનું પણ મોત
પાટણના સમીના ખરચરીયા પાસે પસાર થતી નદીમાં ડૂબી જવાથી બે લોકોના મોત નિપજ્યા છે. આ બનાવના સમગ્ર પંથકમાં શોકની લાગ

પાટણના સમીના ખરચરીયા પાસે પસાર થતી નદીમાં ડૂબી જવાથી બે લોકોના મોત નિપજ્યા છે. આ બનાવના સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સમી તાલુકાના ખરચરીયા પાસે પસાર થતી બનાસ નદીમાં સોમાવરે ગામમાં રહેતા કિરણભાઈ અને તેમની પત્ની ન્હાવા ગયા હતા. આ દરમિયાન પત્નીનો પગ લપસતા ડૂબવા લાગી હતી. પરિણામે પત્નીને બચાવા પતિ નદીમાં ડૂબ્યો હતો. ત્યારે ડૂબતા દંપતીને બચાવવા માટે એક શખ્સે નદીમાં ઝપલાવ્યું હતું.
જોકે, કિરણભાઈ ઠાકોરને બચાવી લેવાયો હતો પરંતુ તેમના પત્નીને બચાવવા જતાં તેજા ઠાકોર પણ ડૂબવા લાગ્યો હતા. આમ નયના ઠાકોર અને બચાવવા ઉતરેલા તેજાનું નદીનાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. બન્નેના મૃતદેહને સ્થાનિક તૈરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.






