મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સમીના વરાણા ગામે દારૂનું દૂષણ ડામવા મહિલાઓ આક્રમક બની, આપી દીધું આ અલ્ટીમેટમ

પાટણ જિલ્લામાં નાના નાના ગામડાઓમાં દારૂ દુષણ ના મુદ્દે મહિલાઓ આક્રમક બની રહી છ

પાટણ જિલ્લામાં નાના નાના ગામડાઓમાં દારૂ દુષણ ના મુદ્દે મહિલાઓ આક્રમક બની રહી છે. સમી તાલુકાનું પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ગામે દારૂ બંધ કરાવવા મુદ્દે મહિલાઓ રણચંડી બની છે. ગામમાં દારૂનું દુષણ દૂર કરવા મહિલાઓએ અલ્ટીમેટમ પણ આપ્યું છે. ગામની મહિલાઓએ આજે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો આ દૂષણ દૂર નહીં કરાય તો જનતા રેડ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આગામી મહા મહિને ખોડિયાર માતાનો 15 દિવસનો મેળો આવે તે પહેલા ગામમા દારૂનું દૂષણ ડામવા ઉગ્ર માંગ કરી છે.  

આ સમાચાર શેર કરો