મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહિસાગર જિલ્લાના ખાનપુર અને દલુખડિયા ગામનું તળાવ ઓવરફ્લો, ઘરોમાં ઘુસ્યું પાણી

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વ

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. મહિસાગર જિલ્લામાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો છે.

ખાનપુર અને દલુખડિયા ગામનું તળાવ ઓવરફ્લો થયું

ભારે વરસાદને કારણે ખાનપુર તાલુકાનું અને લુણાવાડા પાસેનું તળાવ ઓવરફ્લો થયું છે. મહિસાગરના ખાનપુર તાલુકામાં બાકોરનું તળાવ ઓવરફ્લો થયું છે, લુણાવાડાની પાસેનું દલુખડિયા ગામનું તળાવ ઓવર ફ્લોથયું છે.ખાનપુર તાલુકાના બાકોર ગામે પ્રવેશ દ્વાર પર જ પાણી ભરાયા છે.

ગામમાં પ્રવેશનાર વાહનો અને રાહદીરોએન ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લુણાવાડાની પાસે આવેલ દલુખડિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. 

આ સમાચાર શેર કરો