મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'સ્થાનિક ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો', કોંગી પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપ

રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજ

રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પરિણામો અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે જનતામાં નારાજગી હોવા છતાં પોલીસ અને પ્રશાસનના દુરુપયોગ તથા બિલ્ડરોની સંડોવણીને કારણે પરિણામો વિપરીત આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને આમ આદમી પાર્ટી દ્વારા થયેલા મતોના વિભાજનને તેમણે હારનું કારણ ગણાવ્યું હતું, સાથે જ આમ આદમી પાર્ટીને RSSની વિચારધારા પર ચાલતો પક્ષ ગણાવ્યો હતો.

તેમણે જવાબદાર વિરોધપક્ષ તરીકે ખેડૂતોના ભાવ, વીજ પોલ અને સહકારી સંસ્થાઓમાં થતા ભ્રષ્ટાચારના મુદ્દે લડત ચાલુ રાખવાની ખાતરી આપી છે. આગામી સમયમાં કોંગ્રેસ આવક કરતા વધુ મિલકત ધરાવતા અધિકારીઓને ખુલ્લા પાડવા અને જનતાનો અવાજ ઉઠાવવા કટિબદ્ધ છે.

આ સમાચાર શેર કરો