મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સ્થાનિક ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસનું મંથન શરૂ, પ્રદેશ પ્રમુખ અને પ્રભારી આગેવાનો વચ્ચે થઈ ચર્ચા

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ કોંગ્રેસ પ્રદેશ આગેવાનો સાથે

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ કોંગ્રેસ પ્રદેશ આગેવાનો સાથે મહત્વપૂર્ણ મંથન બેઠક શરૂ કરવામાં આવી છે. જિલ્લા અને શહેર પ્રમાણે અલગ અલગ બેઠક યોજાઈ રહી છે, જેમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી આગેવાનો વન ટુ વન ચર્ચા કરી રહ્યા છે.

બેઠકમાં પરાજયના કારણો, ટિકિટ વિતરણ અને ફોરમ પરત ખેંચવાના મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. રાજકોટ પ્રભારી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પર્ફોર્મન્સ અંગે સમીક્ષા ચાલી રહી છે. તેમણે ભાજપ પર તંત્રના દુરુપયોગના આક્ષેપ કર્યા અને જણાવ્યું કે આમ આદમી પાર્ટી કારણે પણ નુકસાન થયું છે.

આ સમાચાર શેર કરો