VIDEO / ખ્યાતીકાંડ : બોરીસણા ગામના એક વૃદ્ધે કહ્યું, “ખોટું બોલ્યો, નહીંતર હું પણ મરી ગયો હોત!”
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલના ફ્રી આરોગ્ય કેમ્પમાં સારવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલના ફ્રી આરોગ્ય કેમ્પમાં સારવાર કરાવવા આવનાર ગ્રામજનોના એક બાદ એક ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. 65 વર્ષીય શકરાભાઈ પટેલે કહ્યું કે તેમને આંખોની તકલીફ હતી અને કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો. તો બાબુભાઇ પટેલ નામના વૃદ્ધે કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલના ફ્રી આરોગ્ય કેમ્પમાં તેમનો પણ કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેમને હૃદયની તકલીફ છે માટે કાલે હોસ્પિટલ આવવું પડશે. જો કે તેમને આમાં કૌભાંડની શંકા જતા કેમ્પમાં જ ખોટું બોલીને બીજા દિવસે ગયા જ નહીં. તેમણે કહ્યું, “હું ખોટું બોલ્યો એટલે બચી ગયો, નહીંતર હું પણ મરી ગયો હોત.”




