મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / કાળી ચૌદશની રાત્રે સાબરકાંઠાના વડાલી ગામના લોકો બાળકો સાથે જાય છે સ્મશાને, પછી...

કાળીચૌદશની રાત્રિએ લોકો સ્મશાનની આસપાસથી નિકળતા પણ ડરતા હોય છે પણ વડાલી ગામના લોક

કાળીચૌદશની રાત્રિએ લોકો સ્મશાનની આસપાસથી નિકળતા પણ ડરતા હોય છે પણ વડાલી ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઇને મનાવે છે અને સ્મશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરતા હોય છે.

સાબરકાંઠાના વડાલીની ગામના લોકો ને માટે કાળી ચૌદશ એટલે ભક્તિનો માહોલ. બાળકો હોય કે પછી મહિલાઓ આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઇને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળભર્યું બનાવી દે છે.ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાની મૂર્તિ સમક્ષ એકઠા થઇને ભગવાની આરતી ઉતારે છે. કાળી ચૌદશે ગામના લોકો ભક્તિમય થઇને કાળી ચૌદશની ઉજવણી કરે છે.  

આમ તો કાળી ચૌદશે સ્મશાનનુ નામ સાંભળતા જ આમ લોકો ને મનમાં અને દિલમાં ફડક વ્યાપી જાય છે કે કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યામાં કે સ્વીકારવમાં ના આવે તેવી વાત છે. પરંતુ વડાલીના ગામના લોકો માટે હવે ગામનું સ્મશાન એ ભક્તિનું સ્થાન બન્યું છે. ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશને રાતે અહી અંધકારમાં સ્મશાનામાં હરખભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરી ભક્તિભાવ દર્શાવે છે. ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો નહીં પણ ભક્તિનો પર્યાય બની ગયો છે. છેલ્લા અઢાર વર્ષથી અહી આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામા આવે છે.

આ સમાચાર શેર કરો