મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની તલવાર બાજી

ભાવનગરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર

ભાવનગરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરચર્યાએ નિકળેલા જગન્નાથના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રથયાત્રામાં તલવાર બાજી કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગત રથયાત્રામાં જીતુ વાઘાણીએ રથ ચલાવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ભગવાન જગન્નાથજીના રથયાત્રા દરમિયાન અનેક જગ્યાએ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઠંડા પીણા, મગ,ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જગન્નાથજીનો રથ પસાર થાય એટલે લોકોએ જય રણછોડ માખણચોરના નાદ સાથે ગોહિલવાડ ગુંજયો ઉઠ્યો હતો. 

આ સમાચાર શેર કરો