VIDEO: બોટાદમાં રત્નકલાકારે પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટુંકાવ્યું
બોટાદમાંથી એક કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આધેડે પાંચ માળના કોમ્પલેક્સના ધાબા પરથી પડતું મુકી જુવન
બોટાદમાંથી એક કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આધેડે પાંચ માળના કોમ્પલેક્સના ધાબા પરથી પડતું મુકી જુવન ટુંકાવ્યું છે. બોટાદમાં મહાજનની વાડી પાસે આવેલ આશીર્વાદ કોમ્પ્લેક્સ પરથી પડતું મૂકી રત્નકલાકારે આત્મહત્યા કરી સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. બોટાદ જિલ્લામાં હીરાના કારખાનામાં એસોટીગ કામ કરતા રત્નકલાકારે પાંચમા માળેથી પડતું મૂકી મોતને વહાલુ કર્યું હતુ.
આ પણ વાંચો : બોટાદમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરતા બે શખ્સની પોલીસે કરી ધરપકડ
મળતી માહિતી પ્રમાણે, 40 વર્ષીય મૃતક રસિકભાઈ વલ્લભભાઈ કાલીયા બોટાદના કાનીયાડ ગામથી અપડાઉન કરી એક માસથી કારખાનામાં કામ કરતા હતા. જેમાં અચાનક જ રત્નકલાકારે પાંચમા માળની અગાસી પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ અંગેનો CCTV વિડીયો સામે આવ્યો છે. જો કે, આત્મહત્યા કરવા અંગેનું કારણ હજુપણ અકબંધ છે. પોલીસ દ્વારા રત્નકલાકારનો મૃતદેહ કબજે લઇ પોસ્ટમોટર્મ અર્થે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર ઘટના અંગે બોટાદ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.




