મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ખંભાળિયામાં જગદીશ વિશ્વકર્માએ જનસભા સંબોધી, લોકોની પાંખી હાજરી ભાજપ માટે ચિંતાનો વિષય

ખંભાળિયામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં જનમેદનીનો અભાવ

ખંભાળિયામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં જનમેદનીનો અભાવ જોવા મળતા રાજકીય ચર્ચાઓ જાગી છે. આ સભામાં સાંસદ પૂનમબેન માડમ, મુરુભાઈ બેરા અને જિલ્લા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડમાં લોકોની પાંખી હાજરીને કારણે ખાલી ખુરશીઓ નજરે પડતી હતી.

નગરપાલિકા અને પંચાયતના સભ્યોની હાજરી હોવા છતાં સામાન્ય જનતાની ગેરહાજરીએ ભાજપની રણનીતિ અને સભાની અસરકારકતા પર અનેક સવાલો ઊભા કર્યા છે. ચૂંટણી ટાણે જ પ્રદેશ નેતાની હાજરીમાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિક સંગઠન માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો