'હું સારવાર નહીં કરૂં', અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબની દાદાગીરીનો વીડિયો વાયરલ; તપાસના આદેશ

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરની દાદાગીરીનો વી

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવાર સાથે મહિલા તબીબે દીકરીની સારવાર કરવાનો ઇનકાર કર્યા બાદ બબાલ કરી હતી.

શું છે ઘટના?

જાહેરાત

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હરીશ ચાવડા નામના વ્યક્તિ પોતાની દીકરીની સારવાર માટે આવ્યા હતા. સારવાર માટે આવેલા દર્દીના પરિવારને મહિલા તબીબે ખરાબ વ્યવહાર કર્યો હતો અને સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો.મહિલા તબીબના વ્યવહાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મહિલા તબીબ દર્દીના પરિવારને ધમકાવતા જોવા મળી રહ્યા છે અને કહે છે કે, "હું તમારી દીકરીની સારવાર નહીં કરૂં, સિક્યુરિટી ગાર્ડ કઇ કરતો જ નથી, આમને અંદર કેમ આવવા દીધા."

આરોગ્ય મંત્રીના તપાસના આદેશ

સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરનો વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, કોઇપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તેની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત