મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : દીવ-દમણ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારોને હરાવી અપક્ષ ઉમેદવારે ઇતિહાસ રચ્યો

Lok Sabha Election 2024 Result : ભારતમાં સૌથી નાની લોકસભાની બેઠક હોય તો એ દીવ -દમણ લોકસભાની

Lok Sabha Election 2024 Result : ભારતમાં સૌથી નાની લોકસભાની બેઠક હોય તો એ દીવ -દમણ લોકસભાની બેઠક છે, જેમાં માત્ર 1,20,000 મતદારો છે જેમા દમણમાં  1,00,000 અને દીવમાં 20,000 મતદારો છે. 

દીવ-દમણ લોકસભા બેઠક 1987માં અસ્તિત્વમાં આવી અને ત્યારથી આજ સુધી આ બેઠક પર બે જ પાર્ટીનું શાસન રહ્યું છે - ભાજપ અને કોંગ્રેસ. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને હરાવીને ઇતિહાસ રચી દીધો છે.

દીવ-દમણ લોકસભા બેઠક પર છેલ્લી 3 ટર્મથી ભાજપનું શાસન હતું અને લાલુભાઈ પટેલ સાંસદ હતા. આ ચૂંટણીમાં પણ ભાજપે લાલુભાઈને ટિકિટ આપી હતી, જો કેઅપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને 42523 મત મળ્યાં, જયારે ભાજપના લાલુભાઈ પટેલને 36298 મત મળતા ઉમેશ પટેલની 6225 મતેથી જીત થઈ હતી. કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલને માત્ર 11258 મત માલ્યા હતા. 

કેન્દ્ર શાસિત દીવ-દમણ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. મતદારોનો આભાર વ્યક્ત કરવા બાઇક રૈલી અને વિજય સરઘસ દીવમાં નીકળ્યું હતું.  ઉમેશ પટેલે કહ્યું કે કેન્દ્રમાં સરકાર ભાજપની હોય કે કોગ્રેસની તેની સામે કોઇ વાંધો નથી, જે પક્ષ અમારા એજન્ડા સાથે સહમત થશે તેમની સાથે રહી લોકોના કામ કરીશ. 

આ સમાચાર શેર કરો