VIDEO: પડતર પ્રશ્નોને લઈને લેન્ડ રેકર્ડ કર્મચારીઓની અનિશ્ચિત હડતાળ
આણંદમાં પડતર પ્રશ્નોને લઈને લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-3 કર્મચારીઓ પેનડાઉન હડતાળ પર ઉતર્યા છે.

આણંદમાં પડતર પ્રશ્નોને લઈને લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-3 કર્મચારીઓ પેનડાઉન હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ ઓનલાઈન અને ઓફલાઈન સહિતની તમામ કામગીરી અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હડતાળને કારણે પ્રોપર્ટી કાર્ડ કાઢવા અને જમીન માપણી સહિતની કામગીરી ઠપ થઈ છે. મહેસૂલ કર્મચારીઓ બાદ હવે લેન્ડ રેકર્ડના કર્મચારીઓ પણ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓના પેનડાઉનના પગલે નાગરિકોને જમીન સંબંધિત કામગીરી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.




