VIDEO: પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ડભોઈ તાલુકાના ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાનથી ડભોઈ તાલુકા પંચાય

ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાનથી ડભોઈ તાલુકા પંચાયતના ગ્રામસેવકોએ પડતર પ્રશ્નો મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું છે. કર્મચારીઓએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી કામગીરી બંધ રાખ્યા વગર ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમની મુખ્ય માંગણીઓમાં દર બે ગામ દીઠ એક ગ્રામસેવકની નિમણૂક કરવી, ભૂતકાળમાં બંધ કરાયેલ પ્રમોશનની તકો પુનઃ શરૂ કરવી અને અગાઉ મળવાપાત્ર રૂ. 4200 નો ગ્રેડ પે ફરીથી લાગુ કરવાનો સમાવેશ થાય છે. વહીવટી સરળતા અને કારકિર્દીના રક્ષણ માટે સરકારે તાત્કાલિક ધોરણે આ ગંભીર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી છે.




