મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જુનાગઢમાં પડતર પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓનો હલ્લાબોલ

જુનાગઢ મનપાના સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને મનપા કચેરીએ પહોંચ્યા હતા. કર્મચારીઓએ કમિશનર અન

તસવીર: gstv

જુનાગઢ મનપાના સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને મનપા કચેરીએ પહોંચ્યા હતા. કર્મચારીઓએ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 14 જેટલા પ્રશ્નો સાથે આવેદનપત્ર આપ્યું હતું. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને સખી મંડળની બહેનોનો બે મહિનાનો બાકી પગાર ચૂકવવા તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી ફિક્સ પગાર પર લેવા માંગ કરી હતી. મહેકમ મુજબ ભરતી અને સરકારના પરિપત્ર પ્રમાણે ભરતી કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપતા હાલ સફાઈ કર્મચારીઓએ હડતાલનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

આ સમાચાર શેર કરો