મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકાના વરવાળામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ: સરકારી પડતર જમીન પર ચાલ્યું ખનન!

દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામે મંજૂરી વિનાની સરકારી પડતર જમીનમાંથી હજારો

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકાના વરવાળા ગામે મંજૂરી વિનાની સરકારી પડતર જમીનમાંથી હજારો ટન માટીની ગેરકાયદેસર ખનીજ ચોરી થવાની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. વરવાળાના સર્વે નંબર ૯૪૪ માંથી ૧૦ હજાર ટન માટી ઉપાડવાની મિત હિરપરાના નામે રોયલ્ટી મંજૂર હોવા છતાં, બાજુના સરકારી પડતર સર્વે નંબર ૯૪૫ માંથી પણ મોટા પાયે માટી ખોદીને ભીમરાણા ઓવરબ્રિજ કામમાં વાપરવામાં આવતી હોવાનો આક્ષેપ ફરિયાદી એડવોકેટ મેઘાભા હાથલે કર્યો છે. ખાણ-ખનીજ વિભાગની સ્થળ તપાસમાં રોયલ્ટી નિયમ મુજબ જરૂરી એવા GPS સિસ્ટમ, નંબર પ્લેટ અને વજન કાંટા જેવા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. હાલ તંત્ર દ્વારા સ્થળ માપણી કરી પંચનામું હાથ ધરાયું છે અને સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગે વધુ તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો