VIDEO: નડિયાદ: ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા વિવિધ પડ

ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે નડિયાદ સહિત રાજ્યભરમાં આવેદનપત્ર પાઠવીને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી…. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા કલેક્ટર, ડીડીઓ અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. ગ્રામસેવકો પાસે અન્ય સંવર્ગનું કામ કરાવવા પર પ્રતિબંધ મૂકવા, સ્પષ્ટ જોબચાર્ટ જાહેર કરવા, સેજાઓનું પુનઃગઠન કરી ૧થી ૨ ગામ વચ્ચે એક જગ્યા ઊભી કરવા, નિયમિત પ્રમોશન આપવા, ૪૨૦૦ ગ્રેડ-પેનો લાભ આપવા તેમજ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.



