મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 4થી વધુ હુમલા-મારામારીની ઘટના, લોકોમાં ભયનો માહોલ

ભાવનગર શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ચારથી વધુ હુમલા અને મારામારીની ઘટનાઓ બાદ લોકોમાં

ભાવનગર શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ચારથી વધુ હુમલા અને મારામારીની ઘટનાઓ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોલેજ નજીક આવેલા “નવરંગ રસ ડેપો” પર વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ડેપોના માલિક દર્શન મનહરભાઈ ચૌહાણ પર ગૌતમ ધીરુભાઈ મકવાણા અને તેના સાથીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ જૂના કેસમાં સમાધાન કરવા દબાણ કરી ગાળાગાળી અને મારામારી કરી હતી. સાથે જ જ્યુસ સેન્ટર પર તોડફોડ કરી ગલ્લામાંથી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો