VIDEO: ભાવનગરના રૂવાપરી રોડ પર બે પક્ષો વચ્ચે અથડામણમાં 7 લોકો ઈજાગ્રસ્ત, 14ને પોલીસે ઝડપ્યા
ભાવનગરના રૂવાપરી રોડ અદાવતનું સમાધાન કરવા એકઠા થયે
ભાવનગરના રૂવાપરી રોડ અદાવતનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સમાધાન નહીં થતાં બંને પક્ષોએ ગેરકાયદેસર મંડળી રચીને પથ્થરો અને ઈંટોથી હુમલો કર્યો. ઘટનામાં બંને પક્ષના અંદાજે ૭ વ્યક્તિઓને માથા અને શરીરે ઇજાઓ પહોંચી હતી. બોરડીગેટ પોલીસ ચોકીના અધિકારીઓએ જાહેર શાંતિ ભંગ અને હથિયારબંધી જાહેરનામાના ભંગના આરોપમાં 14 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તમામ આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે




