VIDEO: ભાવનગરમાં જૂની અદાવતમાં આધેડ પર જીવલેણ હુમલો, પોલીસે નક્કર કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દોરડા બનાવવાનો વ્યવસાય કરતા ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ પર જૂની અદાવતમાં પ

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દોરડા બનાવવાનો વ્યવસાય કરતા ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડ પર જૂની અદાવતમાં પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો થયો છે. ભૂરાભાઈ જ્યારે નવી જોગીવાડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અલ્પેશ બળદેવભાઈ, જીવાભાઈ બારિયા અને યોગેશ બારિયા નામના શખ્સોએ તેમને નિશાન બનાવ્યા હતા, જેમાં તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અન્ય એક વ્યક્તિ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.
પીડિતના જણાવ્યા અનુસાર, અગાઉ તેમના મશીનની ચોરી અંગે પોલીસમાં અરજી કરવામાં આવી હતી, જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. પીડિતે આક્ષેપ કર્યો છે કે ચોરીની અરજી છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેના પરિણામે હુમલાખોરો બેફામ બન્યા છે. હાલ આ મામલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે.



