VIDEO: ભાવનગરની SBI બેંકમાં કરોડોના લોન કૌભાંડ મામલે પોલીસની કાર્યવાહી, ચીફ મેનેજરની અટકાયત
ભાવનગરમાં SBIની PMEGP યોજનામાં આચરવામાં આવેલા કરોડોના લોન કૌભાંડમાં પોલીસે

ભાવનગરમાં SBIની PMEGP યોજનામાં આચરવામાં આવેલા કરોડોના લોન કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસ દ્વારા આ મામલે શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની અટકાયત કરવામાં આવી છે. ગત ૩૧ માર્ચે નોંધાયેલી ફરિયાદમાં અત્યાર સુધી ચાર મહિલા લોનધારકો અને બે એજન્ટોની ધરપકડ થઈ ચૂકી છે.
તપાસ દરમિયાન ચીફ મેનેજરની સીધી સંડોવણી ખુલતા પોલીસે તેમને દબોચી લીધા છે. રૂ. ૧.૩૫ કરોડથી વધુની આ છેતરપિંડીમાં હજુ પણ ૩૮ જેટલા લોનધારકો અને અન્ય વહીવટદારો સામે કાર્યવાહી તોળાઈ રહી છે. કેમેરા સામે આવતા ચીફ મેનેજર શરમ અનુભવી મોઢું છુપાવતા નજરે પડ્યા હતા. આ હાઈપ્રોફાઈલ કેસમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.


