મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડીની કેનાલ પરથી પસાર થતા પહેલા વાંચી લેજો આ સમાચાર,યુવક-યુવતિ સાથે બન્યું એવું કે...

કડીના રંગપુરડા કેનાલ પરથી પસાર થતા પહેલા તમારે ચેતવાની જરૂર છે. કડીના રંગપુરડા કેનાલ પર

કડીના રંગપુરડા કેનાલ પરથી પસાર થતા પહેલા તમારે ચેતવાની જરૂર છે. કડીના રંગપુરડા કેનાલ પર યુવક-યુવતિ સાથે લૂંટની ઘટના બની છે. કડીની કેનાલ પર યુવક-યુવતિને કેટલાક શખ્સોએ લૂંટીને માર મારીને કેનાલમાં ફેકી દીધા હતા.

કડીની કેનાલ પરથી એકલા નીકળતા પહેલા ચેતજો

કડીના રંગપુરડા કેનાલ પર એક્ટિવા લઇને નીકળેલા યુવક-યુવતિ સાથે લૂંટની ઘટના બની છે. સગાઇ કરેલ યુવક-યુવતિને 3 ઇસમોએ લૂંટી લીધા હતા. કડીની કેનાલ પર એકલા નીકળેલા યુવક-યુવતિને માર મારીને કેટલાક શખ્સોએ છરી બતાવી ચાંદીની સેર અને વીંટી લુંટી લીધી હતી.તે બાદ શખ્સોએ યુવક-યુવતિને માર મારીને કેનાલમાં ફેંકી દીધા હતા અને ફરાર થઇ ગયા હતા. યુવક-યુવતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો