મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહાકુંભનો ચોથો દિવસ, ત્રણ દિવસમાં સાડા 9 લાખથી વધુ ભકતોએ આદ્યશક્તિના કર્યા દર્શન

શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં દિવસેને દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો

શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં દિવસેને દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે રંગે ચંગે યોજાતો ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભકતો અંબાજી ખાતે આવી રહ્યા છે. ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈને અને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી ભક્તો મા જગતજનની જગદંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

માર્ગો પર માનવ સાંકળ રચાઇ

ચોથા દિવસે અંબાજી જતાં માર્ગો પર માનવ સાંકળ રચાઇ હતી. અરવલ્લીની ગીરીકંદરાઓમાં જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો હતો. અંબાજી જતા તમામ માર્ગો પર ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

મહાકુંભનો ચોથો દિવસ

આજે મહાકુંભનો ચોથો દિવસ છે ત્યારે સમગ્ર અંબાજી સહિત મંદિર મા ભક્તોનો ધસારો  જોવા મળી રહ્યો છે. જય જય અંબેના નાદ સાથે ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. સહિત ત્રણ દિવસમાં 9.88 લાખ ભકતોએ મા અંબાનાં દર્શન કરી પાવન બન્યા હોવાનું વહિવટી તંત્રએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો