Video: બગદાણા કેસમાં જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈ જી કચેરી ખાતે પહોંચ્યો, SIT સમક્ષ આપશે નિવેદન
બગદાણામાં કોળી યુવક ઉપર હુમલાની ઘટનામાં જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈ જી કચેરી ખાતે એસઆઇટી

બગદાણામાં કોળી યુવક ઉપર હુમલાની ઘટનામાં જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈ જી કચેરી ખાતે એસઆઇટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે આવી પહોંચ્યા છે. બગદાણાના નવનીત બાલધિયા ઉપર હુમલાની ઘટનામાં એસઆઇટી દ્વારા કલાકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે તેડુ મોકલવામાં આવ્યું, જેથી જયરાજ આહીરને આજે પાંચ વાગ્યે એસઆઇટી સમક્ષ નિવેદન આપવા હાજર થવા આદેશ કરાયો હતો.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક લોક ડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' કહ્યા હતા. નવનીત બાલધિયાએ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી.
માયાભાઈએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ ત્યારબાદ નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ની રાત્રે આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતા તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આત્મવિલોપનના પ્રયાસો અને દાખાવો કર્યો હતો. કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SIT ની રચના કરવામાં આવી છે.











