VIDEO: સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના આતંકથી યુવાને પીધી ઝેરી દવા, 15 લાખની સામે ઘર પડાવ્યું
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરના આંતકથી યુવકે ઝેરી દવા પી લીધી હતા.. મળતી માહિતી અનુસાર યુવકે 15 લાખ રૂપિયા 20 ટકા વ્યાજ લીધા હતા. પઠાણી ઉઘરાણીમાં યુવકનું 40 લાખ રૂપિયાનું ઘર વ્યાજખોરોએ પડાવી લીધું. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO: વાવ વિધાનસભા પેટાચૂંટણી LIVE Updates: સાડા ત્રણ કલાકમાં સરેરાશ 22% મતદાન, ભાખરીમાં EVM ખોટકાયું
યુવકને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.યુવકે વ્યાજખોર પૃથ્વીરાજ ગોહિલના ત્રાસે દવા પીધી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.




