VIDEO: સુરતમાં છ મહિના જૂના રોડ પર ભૂવો પડતાં ટેમ્પો ફસાયો, લોકોમાં રોષ
સુરતના ડિંડોલી-ભેસ્તાન રોડ પર માત્ર છ મહિના પહેલાં બનેલા રસ્તા પર મોટો

સુરતના ડિંડોલી-ભેસ્તાન રોડ પર માત્ર છ મહિના પહેલાં બનેલા રસ્તા પર મોટો ભૂવો પડતાં ત્યાંથી પસાર થઈ રહેલો આઇસર ટેમ્પો ફસાઈ ગયો હતો. ટેમ્પો ફસાવાને કારણે ચાલકની ઇમરજન્સી ડિલિવરી પણ અટવાઈ પડી હતી. શહેરમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને આ નવા બનેલા રોડ પર પણ અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ પાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.




