VIDEO: સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયે બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી
સુરત-ઉત્તરના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન ભાજપ

સુરત-ઉત્તરના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન ભાજપના જ અગ્રણી નેતાઓ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. ભાતની વાડી સોસાયટીના પ્રશ્નોને ઉકેલવા માટે વોર્ડ નંબર ૫ ના તમામ કોર્પોરેટરો અને સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠક બોલાવવામાં આવી હતી.સોસાયટીના આગેવાનો રવાના થઈ ગયા બાદ કોર્પોરેટરો વચ્ચે આંતરિક ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ હતી. મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈ પર કોર્પોરેટરો સાથે સંકલન ન રાખવા અને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મામલો ઝપાઝપી અને છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગયો હતો. આસપાસના લોકો અને ધારાસભ્ય કાંતિ બલરે તાત્કાલિક વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા. આ આંતરિક ઘમાસાણના કારણે સુરતના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.




