VIDEO: સુરતમાં મોબાઈલની લતે લીધો 13 વર્ષીય વિદ્યાર્થીનો ભોગ
સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં મોબાઈલની ઘાતક લતે એક ૧૩ વર્ષીય માસૂમ બાળકનો ભોગ

સુરતના વેડ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં મોબાઈલની ઘાતક લતે એક ૧૩ વર્ષીય માસૂમ બાળકનો ભોગ લીધો છે.મૂળ ઓડિશાના પરિવારનો એકનો એક દિકરો પાલિકાની શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતો હતો.. મોબાઇલ જોતા દીકરાને માતા-પિતાએ હોમવર્ક કરવાનું કહેતાં જ માઠું લાગી આવ્યું હતું. જે બાદ તેણે પંખે લટકીને જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે.. ચૌક બજાર પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે..




