VIDEO: સુરતમાં ખાડીપૂરથી વિદ્યાર્થીઓને અસર, શિક્ષણ સમિતિની માંગ
સુરતમાં ખાડીપૂરને કારણે લોકો સાથે વિદ્યાર્થીઓ પર પણ અસર જોવા મળી છે…. ખાડી આસપાસની

સુરતમાં ખાડીપૂરને કારણે લોકો સાથે વિદ્યાર્થીઓ પર પણ અસર જોવા મળી છે…. ખાડી આસપાસની સાતથી આઠ શાળાઓના વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા છે….મનપા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ પાલિકાને રજૂઆત કરી છે… વિસ્તારમાં ખાડીપૂરથી અનેક વિદ્યાર્થીઓના લગભગ એક લાખ પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, બૂટ-મોજા અને સ્ટેશનરી કીટ પાણીમાં ડૂબીને બગડી ગયા છે….શિક્ષણ સમિતિ અધ્યક્ષે જણાવ્યું કે આવા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અને અન્ય સામગ્રી આપે…. પાઠ્યપુસ્તકો બે-ત્રણ દિવસમાં આવી જશે. છેલ્લા ૨૫ દિવસમાં શહેરમાં ત્રણ વખત ખાડીપૂરની સમસ્યા સર્જાઈ છે.




