મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબીમાં કેબલ ઓપરેટરે જ માલિકની ઓફિસ સળગાવી, 50 હજાર રૂપિયા ઉધાર ન મળતા કર્યું આ કૃત્ય

રાજ્યના મોરબીમાં GTPL કેબલ કનેક્શનની ઓફિસ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મળતા અહેવ

રાજ્યના મોરબીમાં GTPL કેબલ કનેક્શનની ઓફિસ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે રૂપિયાની લેતીદેતીમાં આ કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું  છે. જુનેદ પીલુડિયા સહિત એક શખ્સે ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

 50 હજાર રૂપિયા ઉધાર આપવાની ના પાડતાં જુનેદ પીલુડિયા ઉશ્કેરાઈ ગયો

GTPL કેબલ કનેક્શનની ઓફિસના માલિકે 50 હજાર રૂપિયા ઉધાર આપવાની ના પાડતાં જુનેદ પીલુડિયા ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવીને જુનેદ અને અન્ય એક શખ્સે ઓફિસ આગળ જ્વલનશિલ પ્રવાહી નાખીને સળગાવવાને પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

 કામ આપનારની જ ઓફિસને સળગાવવાનો પ્રયાસ કર્યો

GTPLકેબલ કનેકશનના માલિક દિનેશ પંડ્યાએ બન્ને શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી જુનેદને વિશિપરા વિસ્તારમાં કેબલ ઓપરેટર તરીકે કામ આપનારની જ ઓફિસને સળગાવવાનો પ્રયાસ કર્યો.

આ સમાચાર શેર કરો