મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પાણી માટે વલખા: ગોમતીપુર સબઝોનલ કચેરીમાં રોષે ભરાયેલી મહિલાઓએ અધિકારીઓનો લીધો ઉધડો

અમદાવાદમાં ગોમતીપુરમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ સબ ઝોનલ કચેરીનો ઘેરાવ કર્યો હતો..મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને

અમદાવાદમાં ગોમતીપુરમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ સબ ઝોનલ કચેરીનો ઘેરાવ કર્યો હતો..મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને ડોલ અને માટલા સાથે કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

નવી પોળ, હવાડાની પોળ, છીકણી પોળ સહિત સોસાયટીની મહિલાઓનો રોષ

 નવી પોળ, હવાડાની પોળ, છીકણી પોળ સહિત ગોમતીપુરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મહિલાઓનો રોષ જોઈને કર્મચારીઓને પોલીસ બોલાવવી પડી

મહિલાઓએ ગોમતીપુરની સબ ઝોનલ કચેરી ખાતે હાજર અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો હતો.મહિલાઓમાં ભારે રોષ જોઈને કર્મચારીઓએ પોલીસ બોલાવી હતી.પોલીસની સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હત

આ સમાચાર શેર કરો