Video: ભરૂચના રસ્તા પર ટાંકીનું લાખો લીટર પાણી ફરી વળ્યું, વાહનચાલકોને પડતી હાલાકી
ભરૂચમાં પાલિકાની બેદરકારીથી ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ડુંગરી ટાંકી
ભરૂચમાં પાલિકાની બેદરકારીથી ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ડુંગરી ટાંકીનું પાણી રસ્તા પર ફરી વળતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ટાંકીનો વાલ્વ ખરાબ થતા ટાંકીનું પાણી ખાલી કરવા પાલિકા તંત્ર મજબૂર બન્યું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉનાળામાં પાણીની તંગી જોવા મળતી હોય ત્યારે જ પાણી વહી જતાં લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો.


