મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચમાં રાંધણ ગેસમાં ભાવવધારો થતાં મહિલા કોંગ્રેસનો વિરોધ, રસ્તા પર ચૂલો સળગાવી ઠાલવ્યો રોષ

ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે વધતી મોંઘવારી વિરુદ્ધ જિલ્લા મહિલા કોંગ્રેસે અન

ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે વધતી મોંઘવારી વિરુદ્ધ જિલ્લા મહિલા કોંગ્રેસે અનોખું પ્રદર્શન કર્યું છે. પ્રમુખ જ્યોતિ તડવીની આગેવાનીમાં કાર્યકરોએ રસ્તા પર ચૂલો સળગાવી રોટલા વણી ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવ વધારા સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સામાન્ય પરિવારો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાના આક્ષેપ સાથે સરકાર પાસે ભાવ ઘટાડાની માંગ કરાઈ હતી. જ્યોતિ તડવીએ જણાવ્યું હતું કે, રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય પરિવારો માટે ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે. જોકે, વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. 

આ સમાચાર શેર કરો