મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના શાંતિપુરામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, ટ્રાફિક જામ સર્જાયો

આજે દિવસભર અમદાવાદમાં વરસાદી માહોલ છે..પરંતુ શાંતિપુરા વિસ્તારમ

તસવીર: gstv

આજે દિવસભર અમદાવાદમાં વરસાદી માહોલ છે..પરંતુ શાંતિપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે મોટાપાયે પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રીંગરોડ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનો અત્યંત ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. નાગરિકોની વ્યાપક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

આ સમાચાર શેર કરો