મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-ઓલપાડમાં નશાની હાલતમાં સર્પાકાર રીતે ડમ્પર ચલાવી એકને અડફેટે લીધો, ચાલકને લોકોએ ચખાડ્યો મેથીપાક

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં નશાની હાલતમાં ચાલક ડમ્પર હંકારી રહ્યો હતો.સામેથી આવતી બે કા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં નશાની હાલતમાં ચાલક ડમ્પર હંકારી રહ્યો હતો.સામેથી આવતી બે કાર અને આગળ જતી બાઈક સાથે સર્પાકાર રીતે દોડતા ડમ્પરનો અકસ્માત ટળ્યો હતો. પરંતુ રોડની સાઇડમાં મોપેડ ઉપર ઊભા રહીને વાતો કરી રહેલા બે યુવાનોને ટક્કર મારી હતી. ત્યાર બાદ ડમ્પરચાલકને ગામ લોકોએ રોકી લીધો હતો. ડમ્પરના બોનેટમાંથી ઉતારી તેને મેથીપાક આપ્યો હતો. મૂળ મધ્યપ્રદેશ વતની રામનરેશ જગદીશ પ્રસાદ પટેલ ડમ્પર વાંકીચૂંકી રીતે હંકારી રહ્યો હતો.પોલીસે ખુદ ફરિયાદી બની તપાસ આરંભી હતી. પોલીસે ડમ્પરના માલિકની પૂછપરછ કરી હતી. જેના આધારે ડમ્પરનો ચાલક જગદીશપ્રસાદની અટકાયત કરી પૂછતાછ કરતા ગુનો કબૂલ્યો હતો.

આ સમાચાર શેર કરો