VIDEO/ "પેન્ટ-બુશકોટ મેચિંગ તો શાસન પણ મેચિંગ જ જોઈએ!" પરષોત્તમ રૂપાલાનો રમુજી અંદાજ

વોર્ડ નંબર 12માં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા પરષોત્તમ

વોર્ડ નંબર 12માં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલાએ રમુજી અંદાજમાં જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે,જો પેન્ટ-બુસ્કોટ મેચિંગ જોઈએ, તો પછી શાસન પણ કેમ નહીં? કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, તો ભાઈ હવે સ્થાનિકમાં પણ 'મેચિંગ' જ કરી નાખોને!રૂપાલાએ દીકરીના લગ્નનું ઉદાહરણ આપી 'ખાનદાન' જોઈને મતદાન કરવા અપીલ કરી હતી. વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા અને યુદ્ધના સમયે ભારતીય તિરંગાના વટનો ઉલ્લેખ કરી તેમણે રાષ્ટ્રવાદનો સુર છેડ્યો હતો. વધુમાં, મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરનાર વિપક્ષને આડેહાથ લેતા તેમણે સુરતની મહિલાઓને આવા તત્વોને મત દ્વારા સજા આપવા આહવાન કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત