મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'સાહેબનો સામાન છે, સોરી યાર બસ', સરકારી એમ્બ્યુલન્સમાં ભર્યો ઘરવખરીનો સામાન

પંચમહાલ: આમ તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા માટે કરવામા આવતો હોય છે. પરંતુ ગોધરામાં જે દૃશ્ય

પંચમહાલ: આમ તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા માટે કરવામા આવતો હોય છે. પરંતુ ગોધરામાં જે દૃશ્યો જોવા મળ્યો એ કંઈક જુદા જ હતા. ગોધરામાં દર્દીને લાવા લઈ જવા નહીં પરંતુ ઘરવખરીનો સામાન ભરવા સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ જોવા મળ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલની સરકારી એમ્બ્યુલન્સમાં ઘરવખરીનો સામાન ભરી તેનો દુરુપયોગ કરવામા આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને પૂછતા તેણે સાહેબનો સામાન હોવાનું રટણ કર્યું હતું. સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. કોના કહેવાથી સરકારી એમ્બ્યુલન્સમાં ઘરવખરીનો સામાન ભરાયો એ તપાસનો વિષય છે.

આ સમાચાર શેર કરો