VIDEO : ફાયર NOC ન હોવાથી ભુજમાં એક આખી હોટેલ સીલ, બીજી હોટેલનું રેસ્ટોરન્ટ સીલ
Kutch News : રાજકોટની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ સહિત સ્થાનીક તંત્ર દ્વારા બનાવાયેલ કમીટી દ્વારા ફાયર

Kutch News : રાજકોટની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ સહિત સ્થાનીક તંત્ર દ્વારા બનાવાયેલ કમીટી દ્વારા ફાયર નિયમોની તપાસ સાથે ફાયર NOC સહિતના નિયમોના પાલન માટે કામગીરી કરાઇ રહી છે ત્યારે ભુજમા ફાયર વિભાગની કડક કાર્યવાહી કરી છે.
ભુજના સ્ટેશન રોડ પર આવેલી હોટેલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમા ભુજની જાણીતી હોટેલ પ્રિન્સમાં ફાયર NOC ન હોવાથી સીલ કરવામાં આવી છે, તો બીજી તરફ KBN હોટલમાં પણ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે.
હોટેલના જવાબદારો દ્વારા ફાયર NOC ન હોવા છતા કાર્યવાહી ન કરવા માટે દબાણના પ્રયત્ન કરાયા હતા, પરંતુ ફાયર વિભાગે મક્કમ રીતે હોટેલ સીલ કરી હતી. ફાયર વિભાગ દ્વારા ભુજની અન્ય હોટેલમાં પણ તપાસ હાથ ધરાઇ છે, સાથે એ જ રોડ પર આવેલી બેંક, રેસ્ટોરન્ટ અને જીમમાં તપાસ સાથે સીલીંગની કામગીરી કરવામાં આવશે.
એક અઠવાડિયાથી ભુજમાં ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર તપાસ કરાઇ રહી છે જેમા અનેક સ્થળો પર નોટીસ તથા બંધ કરાવવાની કામગીરી કરાઈ રહી છે જે આવનારા સમયમા પણ ચાલુ રહેશે. ફાયર વિભાગે જાહેર અપીલ કરી લોકોને ફાયર NOC મેળવી લેવા અપીલ કરી છે. તો સાથે જ ભુજની જાણીતી હોટેલ ગ્રીન રોક, VIP ગેસ્ટ હાઉસ, ટેન ઇલેવન લોન્જને પણ સિલ મારવામાં આવ્યા હતા. તો બેન્કોને પણ નોટિસ આપવામાં આવી હતી.






