VIDEO : સુરતમાં નવા બની રહેલા મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત
Surat News : સુરત જિલ્લામાં નવા બની રહેલા મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ વે પર એક કારનો ભયાનક અકસ્માત થયો છે. માંગરોળન

Surat News : સુરત જિલ્લામાં નવા બની રહેલા મુંબઈ- દિલ્હી એક્સપ્રેસ વે પર એક કારનો ભયાનક અકસ્માત થયો છે. માંગરોળના મોટી નરોલી ગામ પાસે એક્સપ્રેસ-વે પર અકસ્માતની આ ઘટના બની છે, જેમાં અચાનક બ્રેક મારતાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર 50 ફૂટ હવામાં ફંગોળાઈ હતી અને પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. નજીક ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી જઇને કારમાં દબાઈ ગયેલ યુવકોને બહાર કાઢ્યા હતા. આ એક્સપ્રેસ-વેનું કામ ચાલી રહ્યું છે. અધૂરા એક્સપ્રેસ વે છતાં વાહનો આ રસ્તા પર ચાલી રહ્યા છે.




