VIDEO: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, કારે સાયકલ ચાલક વૃદ્ધને અડફેટે લેતા નીપજ્યું મોત
રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મહિલા કોલેજ અન્ડરબ્
રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે એક પૂરપાટ ઝડપે આવતી કારે સાયકલ સવાર વૃદ્ધ નટવરલાલ રાઠોડને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની ગાડી સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જોકે સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ તેજ કરી છે.


